-->

How To Apply Pan Card Aadhaar Card link 2022

.

પાન કાર્ડ સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે. 30 જૂન, 2022 ના રોજ અથવા તે પહેલાં પાન કાર્ડ સાથે આધાર લિંક કરનાર વ્યક્તિ પાસેથી રૂ.500 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે. જો પાન આધાર લિંક  1 જુલાઈ, 2022ના રોજ અથવા તે પછી કરવામાં આવેતો રૂ.1,000 રૂપિયાનો ચાર્જ આપવો પડશે.


 

દરેક વ્યક્તિ કે જેને 1લી જુલાઈ 2017ના રોજ પાન કાર્ડ બનાવેલું છે અને તેને આધાર કાર્ડ પણ બનાવ્યું હતું. તે લોકો માટે પાન કાર્ડ સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે. જો કે, તમારે હવે તમારા આધારને PAN કાર્ડ સાથે લિંક કરવા માટે ફી ચૂકવવી પડશે.  ફી રૂ.  જો લિંકિંગ 30મી જૂન 2022 સુધીમાં કરવામાં આવે તો રૂ. 500 દંડ કરવામાં આવશે. આ તારીખ પછી, તમારે રૂ.1000 ફી ચૂકવવી પડશે.  નીચે આપેલા આ લેખમાં પાન કાર્ડ સાથે આધાર લિંક કેવી રીતે કરવું તે વિશે જાણો અને તમારા દસ્તાવેજોને વહેલામાં વહેલી તકે લિંક કરાવો.


પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું? - Pan Aadhaar link step by step Process 

STEP 1: પાન આધાર લિંક કરવા માટે સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.


STEP 2: ત્યારબાદ તે પેજ માં Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે.



STEP 3: પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને Validate પર ક્લિક કરવાનું રહેશે.



STEP 4: ત્યાર બાદ જો તમારે ફી ભરવાની જરૂર હશે તો તમને ફી ભરવા માટે કહેવામાં આવશે નહિતર તમે પાન આધાર લીંક કરી શકશો.


જાણો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લીંક કરવા માટે ફી કેવી રીતે ભરવી?


STEP 5: ત્યાર બાદ તમારે પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર ,આધાર માં જે નામ હોય તે નામ અને મોબાઈલ નંબર લખવાના રહેશે. અને Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે.



STEP 6: ત્યાર બાદ આધાર કાર્ડ પર જે મોબાઈલ નંબર લીંક છે તેના પર OTP આવશે.


STEP 7: OTP દાખલ કર્યા બાદ તમને એક મેસેજ જોવા મળશે જેમાં લખેલું હશે કે તમારું આધાર પાન લીંક ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે તમે પાન આધાર લિંક સ્ટેટસ ચેક કરી શકો છો.


આ પણ વાંચો : 


પાન આધાર લિંકિંગ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું? - How to Check PAN Aadhaar Linking Status In Gujarati 

પાન આધાર લિંક સ્ટેટસ ચેક કરવા માટેના સ્ટેપ નીચે મુજબ છે.


STEP 1: સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.


STEP 2: ત્યારબાદ તે પેજ માં Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.



STEP 3: પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને View Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.



STEP 4:  પાન કાર્ડ સાથે આધાર કાર્ડ સાથે લિંક છે કે ની તે તમને મેસેજ જોવા મળશે.



પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે ફી કેવી રીતે ભરવી? - How to pay penalty for linking Aadhaar with PAN?


STEP 1: સૌપ્રથમ https://onlineservices.tin.egov-nsdl.com/etaxnew/tdsnontds.jsp Protean (NSDL) પોર્ટલ પાન આધાર લિંક કરવાની વિનંતી સબમિટ કરવા વેબસાઈટ પર જાઓ.


STEP 2: પાન આધાર લિંક કરવાની વિનંતી સબમિટ કરવા માટે CHALLAN NO./ITNS 280 હેઠળ આગળ વધો પર ક્લિક કરો



STEP 3: લાગુ પડતો ટેક્સ પસંદ કરો જો તમે એક વ્યક્તિ છો તો Income tax (Other than Companies) પર ક્લિક કરવાનું રહેશે. અને other Reciepts પર ક્લિક કરવાનું રહેશે.



STEP 4: કૃપા કરીને ખાતરી કરો કે ફીની ચુકવણી એક ચલણમાં માઇનોર હેડ 500 (ફી) અને મેજર હેડ 0021 [ઇન્કમ ટેક્સ (કંપનીઓ સિવાય)] હેઠળ કરવામાં આવી છે.


STEP 5: નેટ બેંકિંગ અથવા ડેબિટ કાર્ડમાંથી ચુકવણીનો મોડ પસંદ કરો


STEP 6: PAN દાખલ કરો, મૂલ્યાંકન વર્ષ પસંદ કરો અને સરનામું દાખલ કરો.



STEP 7: કેપ્ચા કોડ દાખલ કરો અને Proceed ટેબ પર ક્લિક કરો


STEP 8: ત્યાર બાદ તમારે ચેકબોકસ સિલેક્ટ કરી ને Submit to Bank બટન પર ક્લિક કરવાનું રહેશે.



STEP 9: પછી તમારે પેમેન્ટ કેવી રીતે કરવું છે તે પૂછવામાં આવશે Net Banking કે Credit/Debit Card દ્વારા તે સિલેક્ટ કરવાનું રહેશે.


STEP 10: ત્યાર બાદ તમને બધી વિગતો જોવા મળશે અને તેમાં તમારે પેન દંડ ભરવા માટે Other માં 500 લખવાનું રહેશે અને Penalty Payment Code માં N11C લખવાનું રહેશે. અને નીચે Confirm બટન પર ક્લિક કરવાનું રહેશે.



પછી તમારું Payment successfull થઈ જશે અને મેસેજ પણ જોવા મળશે અને તમે પેમેન્ટ રીસિપ્ટ પણ Download કરી શકો છો.

નોંધ : જરૂરી ઓનલાઇન ફી ચૂકવ્યા બાદ થોડી વાર રાહ જોઈને પછી તમે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરી શકો છો. પછી તમને ત્યાં ફી ચૂકવવા માટે પેજ જોવા મળશે નહિ.

પેમેન્ટ થઈ ગયા પછી પાન આધાર લિંક કરો ત્યારે તમને આવો મેસેજ જોવા મળશે એટલે પછી તમે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરી શકશો.


પાન આધાર લિંક માટે દંડ ભરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું

પુષ્ટિકરણ સ્ક્રીન પર, તમારું નામ આવકવેરા વિભાગના ડેટાબેઝમાં દેખાય છે તે રીતે રજૂ કરવામાં આવશે.


ચલન નંબર/ITNS 280 મેજર હેડ કોડ 0021 (ઇન્કમ ટેક્સ (કંપનીઓ સિવાય)) અને માઇનોર હેડ કોડ 500 (અન્ય રસીદો) નો ઉપયોગ નોટિફિકેશન દ્વારા જાહેર કર્યા મુજબ PAN અને આધારને મોડેથી લિંક કરવા માટે રૂ. 500 ની કિંમત ચૂકવવા માટે કરવો આવશ્યક છે.  નં. 29 માર્ચ, 2022 ના રોજ, સૂચના નં. 17/2022/F.  નંબર 370142/14/2022-TPL જારી કરવામાં આવ્યો હતો.

Note

કોઈ પણ સંજોગોમાં પાન-આધાર લિન્કેજ માટે 234H હેઠળ ચૂકવેલ ફી રિફંડ કરી શકાતી નથી.

Related Posts